એક નિર્ણય જેણે કોરિયાની સકલ બદલી નાખી

આઝાદી પછી કંગાળ  દક્ષિણ કોરિયાએ  સફળ રાષ્ટ્રનું નિર્માણ કરવા ઉદારીકરણ, ખાનગીકરણ અને ઉદ્યોગીકરણ જેવી નીતિ અપનાવવાના બદલે યુગો સુધી દેશની ચમક ભુસાય નહી તે માટે નવી નક્કોર શિક્ષણ વ્યવસ્થાને અપનાવી અને સાકાર કરી બતાવી.

આઝાદીની સાથે કોરિયાને પણ માથાના દુખાવા જેવી સરહદ, ગૃહયુદ્ધ, અર્થતંત્રની પારાવાર સમસ્યાઓ મળી હતી. સ્વતંત્રતા બાદ સત્તાના સરતાજ બનેલા તાનાશાહ તરીકે જાણીતા સ્યંગ્મન ર્હી અને ત્યારબાદ પાર્ક ચુંગ હીને વિકાસના સુચકઆંકને ઝડપી ગતિએ આગળ વધારવા ઉદ્યોગીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવી નીતિઓનું આંધળુ અનુકરણ કરવાને બદલે કેળવણીના ખ્યાલને કેન્દ્રમાં રાખ્યો. ઉજ્જડ રણમાં શિક્ષાનું સુંદરવન બનાવવા જેવી વાત હતી. (જો કે ૧૯૮૦ બાદ કોરિયામાં લોકશાહી વ્યવસ્થાનો આવિષ્કાર થયો હતો) આઝાદી સમયે કોરિયાનો સાક્ષરતાદર ૨૨ ટકાની આસપાસ હતો. હવે આ દેશમાં શિક્ષણ દ્વારા પ્રગતિને હાંસિલ કેમ કરી શકાય?   ૨૨ ટકાનું અક્ષરજ્ઞાાન આજે ૯૯ ટકાએ પહોંચ્યું છે. એ કંઈ રાતોરાત બનેલી ઘટના કે ચમત્કાર નથી પણ કોરિયાએ કરેલું વર્ષોનું શિક્ષણરૃપી તપ છે.
પેટ માટે રોટલો રળવો એ દરેક જીવની જરૃરિયાત છે પણ એ રોટલાના કોળિયાને વધુ મીઠો બનાવવાનું કામ શિક્ષણ કરે છે. કોરિયાને પણ આર્થિક ટેકાની જરૃર હતી. અર્થતંત્રમાં કંગાળ કોરિયાને ત્યારે સૌથી વધારે આવશ્યકતા પગભેર થવાની હતી અને ત્યારે દુરંદેશીને ધ્યાનમાં રાખીને સરકારે આડેધડ રોજગારીના નામે ધંધાઓ વિકસાવવાને બદલે કેળવણીને ખીલવવાનું કામ કર્યું. તે સમયે કોરિયન પ્રજાની વ્યક્તિદીઠ આવક ૯૦ ડોલરની આસપાસ હતી જે આજે ૩૫,૪૮૫ હજાર ડોલરની ધરાવે છે. કોરિયાએ શિક્ષણ દ્વારા એ પણ સિદ્ધ કરી આપ્યું કે ઘરેલુ ઉત્પાદનમાં સૌથી ઝડપી અને વિકસિત દેશ કેમ બની શકાય. વર્તમાન સમયમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કોરિયા પંદરમાં સ્થાને આરૃઢ છે.
આજે એ તપ એટલું ફળ્યું છે કે જગતભરની શિક્ષણ વ્યવસ્થામાં દક્ષિણ કોરિયાની પદ્ધતિ સરળ, સકારાત્મક, સફળ અને સરાહનીય છે તેવું શૈક્ષણિક અભ્યાસનું વર્ગીકરણ કરનારાઓનું તારણ છે. સુપ્રીમ એજ્યુકેશનલ સ્કિલ ડેવલોપમેન્ટ સિસ્ટમનું વિશ્વનું સર્વશ્રેષ્ઠ પૈકીના મોડેલમાંનુ એક કોરિયા છે. ૧૯૫૦માં ૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ માંડ કોલેજમાં ભણતાં જતાં હતા પરંતુ આજે એ આંકડો તેત્રીસ લાખને પાર પહોંચાડવામાં કોરિયન સરકાર સફળ નીવડી છે. એટલે જ તો વર્લ્ડમેપમાં બિલોરી કાચથી શોધવો પડે તેવા દેશની શિક્ષણ સભ્યતાના વખાણ કરતાં ખુદ અમેરિકા પણ થાકતું નથી.  બરાક ઓબામાએ કોરિયન એજ્યુકેશનલ સિસ્ટમને આવકારી હતી અને વિશ્વને આ પથ પર ચાલવાની સોનેરી સલાહ આપી હતી. કોરિયાની શૈક્ષણિક સફળતા પાછળ તેની સરકારનો હકારાત્મક અભિગમ પ્રસંશનીય છે. દર વર્ષે કોરિયાની સરકાર વાર્ષિક બજેટમાંથી ૨૭ ટકા જેવી રકમ માત્ર અને માત્ર શૈક્ષણિક કાર્યમાં વાપરે છે. જાહેર અને ખાનગી બંને શિક્ષણ વ્યવસ્થા પર સરકારનો પુરતો અંકુશ છે. પાનના ગલ્લાની જેમ શાળા-કોલેજ ખોલવાની ત્યાં પરવાનગી નથી મળતી. ધારા-ધોરણોમાં વિદ્યાર્થીએ નહીં પણ શૈક્ષણિક સંસ્થાઓએ પાસ થવું પડે છે. સરકાર જેટલી લગામ રાખે છે તેટલી જરૃરિયાત પણ પુરી પાડે છે.

1433242683_Edu

ડીજિટલ એજ્યુકેશન
વિશ્વ વિખ્યાત પ્રોગ્રામ ફોર ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ (પિસા) દ્રારા વિશ્વભરના દેશોને સાંકળીને રીડિંગ, મેથેમેટિક્સ અને સાયન્સ પરનું (વિદ્યાર્થી અને શિક્ષણનું) રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે. જે અહેવાલમાં વર્ષોથી કોરિયા હંમેશા ટોપ ટેનમાં જ જોવા મળે છે. દુનિયાને એક તાંતણે બાંધીને ગ્લોબલમાંથી ગામડા જેવી કરવાની શક્તિ ધરાવતાં ઈન્ટરનેટનો શિક્ષણમાં કોરિયાએ આબેહુબ ઉપયોગ કરી જાણ્યો છે. વિશ્વમાં સૌપ્રથમ વખત પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અભ્યાસક્રમોને ડીજિટલ ટેક્ષ્ટ બૂકમાં તૈયાર કરીને ભણાવનારો દેશ બન્યો છે. આખા દેશની શાળાઓ હાઈ-સ્પીડ ઓપટિકલ ફાયબર બ્રોડબેન્ડથી કનેક્ટેડ છે. જેથી ખર્ચ પર કાપ મુકી શકાય અને ઝડપથી સુધારાઓ અમલી બનાવી શકાય. શિક્ષણનું સ્તરતો ઉચ્ચુ આવ્યું જ પણ સાથોસાથ અર્થતંત્ર સબળ બન્યું. આપણે ત્યાં રોજગારીનું નિર્માણ કરવા કંપનીઓને બોલાવવામાં આવે છે જ્યારે કોરિયન સરકાર વિદેશી વિદ્યાર્થીઓને ભણાવવા માટે આમંત્રિત કરી રહી છે જેથી તેમના સ્થાનિક ઉદ્યોગમાં ખાલી પડેલી જગ્યાઓ જલદીથી ભરાવવા લાગે અને ઉદ્યોગને વેગ મળે.

શિક્ષક, શિક્ષણ અને વ્યવસ્થા
ચાણકયએ કીધેલું કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ!

કોરિયાએ શિક્ષણનો વ્યાપ ફેલાવવા સૌપ્રથમ ઉત્તમ શિક્ષકોને તૈયાર કરવાનું કામ કર્યું. કોરિયાએ સહજ સ્વીકારી લીધું હતું કે જ્યાં સુધી જીવંત શિક્ષકો ન મળે ત્યાં સુધી બધુ કાળા અક્ષર ભેસ બરાબર! શિક્ષકોની કમીને દુર કેવી રીતે કરી શકાય અને માળખાગત સુવિધાસભર વ્યવસ્થાને ઉભી કરવા ૧૯૮૫માં ધ કમિશન ફોર એજ્યુકેશનલ રિફોર્મ નામની બોડી બનાવી. સમીતિના અસ્તિત્વ સાથે શિક્ષણનીતિ પર ખાસ પ્રાધાન્ય આપવાનું શરૃ કર્યું. કોરિયાએ હાઈ-ફાઈ અને સુપરસ્માર્ટ કન્ટ્રીનું અનુકરણ કરવાને બદલે પોતાની પાસે શું છે અને તેનો શ્રેષ્ઠ અમલ કેવી રીતે કરી શકાય તેના પર ધ્યાન આપવાનું શરૃ કર્યું. જુદા જુદા તજજ્ઞાોના અભિપ્રાયને મેેળવીને દેશભરમાં શિક્ષણ અને તેને લગતાં કાર્યની યાદી તૈયાર કરાવી.
અભ્યાસક્રમમાં શુ રાખવું? ધોરણની વહેંચણી કઈ રીતે કરવી? (વર્ગોની ૬-૩-૩-૪ની સરેરાશ નક્કી કરવામાં આવી એટલે કે ૬ વર્ષ પ્રાથમિક શાળા, ૩ વર્ષ માધ્યમિક શાળા, ૩ વર્ષ ઉચ્ચતર અને ૪ વર્ષ સ્નાતક) ભણાવવાની રીત અને પદ્ધતિ શું હશે? શિક્ષકનું મહત્વનું કામ શું? ક્યાં વિષય પર ખાસ ભાર મુકવો? શાળાના બાંધકામો કેવા હોવા જોઈએ? અને ફળદ્રુપી શિક્ષણ માટે શું શુ સગવડતા ઉભી કરવી પડે? સમીતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે પ્રથમ નવ વર્ષનું શિક્ષણ દરેક માટે મફત અને ફરજિયાત રાખવું. તદ્ઉપરાંત બાળકોની હાજરી વધારવા માટે સકારાત્મક પગલાઓ લેવા. દરેક શાળાઓને સ્વતંત્રતા આપવામાં આવી કે તેઓ તેમની જરૃરિયાત મુજબનો અભ્યાસક્રમ નક્કી કરી શકે છે.

બાળકોની વ્યક્તિગત શીખવાની પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવું અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. બાળક પર અભ્યાસનો ભાર ન પડે તેની તકેદારી રાખવી અને ગોખણિયા ભણતરમાં ઘટાડો કરવો. સર્જનાત્મક વિચારસરણીની સંભાળ કરવી અને તેને પોષવી. પ્રથમથી દસ વર્ષ સુધી સરખુ ભણતર પણ ઉચ્ચતર માધ્યમમાં વિદ્યાર્થી નક્કી કરે કે તેેને શું ભણવું છે!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: