શીખો અને કામ કરવાનો આનંદ લૂટો….!!!!

જ્યારે ફેસબુકનો ઉદય નહોતો થયો ત્યારે ૨૦૦૩માં મેથ્યુ ચાર્લ્સે દરેક પોતાની વેબસાઈટ બનાવી શકે અને પોતાની વાત લખી શકે તે માટે બ્લોગની રચના કરી. બ્લોગનું નામ હતું ….
Matt Mullenweg
ઈન્ટરનેટ એ ૨૧મી સદીની જ્ઞાાનરૃપી ગંગા છે. જ્યારે ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવવી એ લોકોનું સ્વપ્ન હતું ત્યારે અમેરિકાના હોસ્ટન શહેરનો મેથ્યુ ચાર્લ્સ (મેટ મુલેનવેગ)કરીને યુવાન દરેકની સમસ્યાનું સમાધાન શોધી રહ્યો હતો. ભાઈ ભણવા ગયા હતા પોલિટિકલ સાયન્સ પણ તેનું મન તો નેટવર્કની દુનિયા સાથે જોડાયેલ હતું. પોતાનું મનગમતું કામ કરવા સીનેટ નેટવર્ક્સ કંપનીમાં નોકરી શરૃ કરી. જો તે નોકરી કરે તો જગતને ફ્રીમાં પોતાનો વિચાર લખવા માટે વેબસાઈટના માધ્યમથી બ્લોગ કોણ આપત! મેથ્યુએ ૨૦૦૫મા નોકરી છોડી દીધી અને જે ક્રાંતિ આવી તે ગુગલ પછીની દરેકને પોતાની લાગેલી બ્લોગીંગ હતી. કહેવાય છેને મન જગતનું રચનાર છે. જેનું જેવું ચિંતન કરે છે એવો અનુભવ થવા લાગે છે. ૨૦૦૨સુધીમા ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાઈ ગયું હતું પણ લોકો તેનાથી હજુ દુર હતા. માત્ર ગુગલ સુધી આવીને અટકી જતા હતા. જ્યારે ફેસબુકનો ઉદય નહોતો થયો ત્યારે ૨૦૦૩માં મેથ્યુ ચાર્લ્સે દરેક પોતાની વેબસાઈટ બનાવી શકે અને પોતાની વાત લખી શકે તે માટે બ્લોગની રચના કરી. એ બ્લોગનું નામ હતું ર્ુગિૅિીજજ.ર્બસ.જે સુવિધા એક વેબસાઈટ બનાવીને પ્રાપ્ત નાં કરી શકાય તેવી સરળ અને આકર્ષક સુવિધા ફ્રીમાં ઉભી કરી. મેથ્યુએ જ્યારે વર્ડપ્રેસ બનાવ્યું ત્યારે તેમની ઉમર માત્ર ૨૧ વર્ષની હતી.
મેથ્યુ ચાર્લ્સની યાદ રાખવા જેવી ત્રણ વાતઃ
* તમે જો કામને નોકરીના રૃપમાં જોશો તો સતત પૈસા અને ઘડિયાળ સામે જોતા રહેશો અને વિકેન્ડની રાહ જોશો. એમાં જ તમને સંતોષ મળવા લાગશે.
* તમે જો કામને કરિયરના રૃપમાં જોશો તો તમને ઘણાબધા ફાયદા સાથે મહત્વાકાંક્ષા, પ્રમોશન  દેખાશે.
* તમે જો કામને વ્યવસાયના રૃપમાં જોશો તો તમને તમારા સ્વભાવ પ્રમાણે કંઇક પરિપૂર્ણ કરવાની તમન્ના જાગશે, કામમાં સફળતા મેળવવા તમે સતત વધુને વધુ સારું યોગદાન આપશો. તમે કોઈ કંપનીમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા હશો તેવો અહેસાસ થશે. સતત નવું શીખવાનો અનુભવ થશે. જ્યાં સુધી કામ પૂરું નહિ થાય ત્યાં સુધી તમે તેને છોડશો નહિ. કામને ચાલુ રાખવા અને આગળ ધપાવવા સમય સામે નજર કરવાનો સમય જ અહીં મળે. કામ કરવાનો એટલો આનંદ મળશે કે તમે કહેશો આભાર ભગવાનનો કે આજે શુક્રવાર છે. એ દિવસે તમે શ્રીમંત હશો.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: