મહાન સંકલ્પ અને અકલ્પનીય સિદ્ધિ

જોન ગુટેનબર્ગના મિત્રોમાં માટાભાગે સોની અને ધાતુઓનાં કામ સાથે સંકળાયેલા વધારે હતા. લોકોને કામ કરતા જોઈને તેને વિચાર આવ્યો કે જો ધાતુને ધારીએ તેમ ઢાળી શકાય છે તો કેમ હું મુદ્રણનું કામ ના કરું?

74370-004-F39B1EF4
આજે વાંચન કરવું કેટલું આસાન બની ગયું છે. ઇન્ટરનેટ પર એક ક્લિક કરો અને તમારા ઘરે બુક આવી જાય. બુક લખાઈ ગયા પછી તેને પ્રિન્ટિંગ પ્રેસમાં બનતા વાર નથી લાગતી. કલાકોમાં લાખો કોપીઓ તૈયાર કરી આપે તેવાં આધુનિકપ્રિન્ટિંગ મશીનો આવી ગયાં છે, પણ યાદ કરો એ સમયને જ્યારે એક જ વસ્તુને દરેક વખતે લખવી પડતી. ૧૩૦૦-૧૪૦૦માં વાંચન પણ શ્રીમંતો માટે જ હતું. આ સમયમાં દરેકના હાથમાં પુસ્તક હોય તેની કલ્પના પણ પરીઓની કહાની જેવી લાગે. સામાન્ય માનવી સુધી ઉત્તમ સાહિત્ય ના પહોંચવાનું દર્દ એકવ્યક્તિને થયું, કે આવું કેમ?
યુરોપમાં ૧૩૯૮માં જોન ગુટેનબર્ગનો જન્મ જ કદાચ એક નવી ક્રાંતિ માટે થયો હશે. ઘરની સ્થિતિ સારી હતી, પણ પોતાને ભણવામાં રસ ના લાગે તો કરવું શું? સારા વિચારક અને મગજનો ઉપયોગ કરનાર સારા અને સાચા કામની શોધમાં જ હોય. દરરોજ કંઈક નવીન કરવું તે તેમનું કામ હતું.તેમના મિત્રોમાં માટાભાગે સોની અને ધાતુઓનાં કામ સાથે સંકળાયેલા વધારે હતા. આ લોકોને કામ કરતા જોઈને તેને વિચાર આવ્યો કે જોધાતુને ધારીએ તેમ ઢાળી શકાય છે તો કેમ હું મુદ્રણનું કામ ના કરું? આજસુધી કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક વસ્તુને બીબાંમાં ઢાળવાથી તેની અનેકનકલો બનાવી શકાય છે. તે દિવસથી તેનું એક જ કામ હતું મુદ્રણયંત્ર (પ્રિન્ટિંગ મશીન). વિચાર જેટલો મજેદાર હોય છે તેટલો જ તેને સાકાર કરવો મુશ્કેલ હોય છે. તેટલે જ તે મહાન લોકોના હાથે સર્જન થવાનું પસંદ કરે છે.મનોમન યોજના કરીને કોઈને ખબર ના પડે તેમ ધાતુઓ અને લાકડામાંથી સુંદર ચિત્રો તૈયાર કર્યાં અને બીબાં બનાવ્યાં. સતત પ્રયત્નો અને મિત્રોની મદદથી મુદ્રણયંત્ર તૈયાર થયું. આ મુદ્રણમાં પ્રથમ પુસ્તક તૈયાર થયું બાઇબલ. આજેદુનિયા તે બાઇબલને ગુટેનબર્ગના બાઇબલથી ઓળખે છે. સારો અને વિચારકવર્ગ વાંચનથી બને છે અને આજે દુનિયા તેમની આભારી છે કે તેમણે આવી પરી કલ્પનાને વાસ્તવમાં બનાવી.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: